Class 7 - સમાચાર શીર્ષક પ્રતિયોગિતા (Dated: 27-09-2025)
અત્યારના આધુનિક યુગમાં જ્યારે સમાચારપત્રોનું વાંચન વિસરાઈ રહ્યું છે, ત્યારે બાળકોમાં સમાચારપત્રનું મહત્વ સમજાવવા અને તેમના વિશેની માહિતી બાળકોને મળી રહે એ ઉદ્દેશ્યથી ધોરણ સાતમાં સમાચાર શીર્ષક પ્રતિયોગિતા રાખવામાં આવી હતી. જેના વડે બાળકો સમાચાર પત્રની સારી માહિતી મેળવી લાવ્યા અને સ્પર્ધામાં સારી રીતે તે માહિતી દ્વારા રજૂઆત કરી શક્યા. વિધાર્થીઓ આ સ્પર્ધા દ્વારા સમાચાર પત્રની નિશાની પણ ઓળખી શક્યા જે તેમને ભવિષ્યમાં પણ ઉપયોગી બની શકે. અને આ સ્પર્ધા દ્વારા બીજું એ શીખવા મળેછે કે જૂથમાં એક બીજા સાથે મળીને કામ કરવાથી વધારે માહિતી પ્રાપ્ત કરી શકાય છે,કામ સરળતાથી થઈ શકેછે.